માર્કેટ ઓપેરેશનથી સુગરના ભાવો સ્થિર કરશે ઇન્ડોનેશિયા 

ઇન્ડોનેશિયામાં સુગરના ભાવો સ્થિર કરવા માટે નજીકના ભવિષ્યમાં સરકાર માર્કેટ ઓપરેશન શરૂ કરશે, તેમ વેપાર મંત્રી એગસ સુપર્માન્ટોએ બુધવારે અહીં જણાવ્યું હતું.

નેશનલ સ્ટ્રેટેજિક ફૂડ પ્રાઈસ ઇન્ફર્મેશન સેન્ટર (પીઆઇએચપીએસ) ના જણાવ્યા અનુસાર બુધવારે સુગરના ભાવ કિલો દીઠ RP 12,500 રહ્યા હતા.

“મૂળભૂત રીતે, અમારો સ્ટોક પૂરતો છે.અમે ટૂંક સમયમાં બજાર કામગીરી ચલાવીશું, અને ગઈકાલે અમે ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે વાત કરી, જેમની પાસે હજી પણ આશરે 160,000 ટન સ્ટોક છે,” તેમ સુપર્માન્ટોએ જણાવ્યું હતું.

મંત્રીએ ડિસ્ટ્રિબ્યુટર્સને ભાવમાં સ્થિરતા લાવવા માટે પ્રતિ કિલો RP 12,500 ના ભાવે ખાંડનો સ્ટોક છૂટી કરવા જણાવ્યું છે. આગામી 2-3. દિવસમાં પુરવઠો છૂટી કરવામાં આવશે,” તેમણે એમ  ઉમેર્યું હતું।

આ ઉપરાંત, આ વર્ષે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આયાત લાયસન્સના ભાગ રૂપે,માર્ચ મહિનામાં 260,000 ટન આયાત ખાંડની આવક થશે.

વેપાર મંત્રાલયે જાહેર વપરાશ માટે ક્રિસ્ટલ વ્હાઇટ સુગર પર પ્રક્રિયા કરવા માટે કાચા માલ તરીકે ઉપયોગ કરવા માટે 438,802 ટન ક્રિસ્ટલ કાચી ખાંડનો આયાત લાઇસન્સ જારી કર્યો છે.

કુલ આયાત લાઇસેંસમાંથી 29,750 ટન રાજ્ય લોજિસ્ટિક એજન્સી (બલોગ) દ્વારા આયાત કરવામાં આવશે. એજન્સીએ સૌથી ઝડપથી પહોંચાડવા સુનિશ્ચિત કરવા માટે થાઇલેન્ડ,ઓસ્ટ્રેલિયા અથવા ભારત જેવા નજીકના સ્ત્રોતોમાંથી ખાંડની આયાત કરવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here