કોરોનાને લઈને કેન્દ્ર સરકાર હાથ ધરશે ટેલિફોનિક સર્વે

કેન્દ્ર સરકાર કોવિડ -19 લક્ષણોના વ્યાપ અને વિતરણ અંગે નાગરિકોનો પ્રતિસાદ મેળવવા માટે હવે ટેલિફોનિક સર્વે કરવા જઇ રહી છે. આ સર્વે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) દ્વારા હાથ ધરવામાં આવનાર છે અને મોબાઇલ ફોન પર કોલ નંબર 1921 પરથી કોલ આવશે.

“ભારત સરકારના આ ટેલિફોનિક સર્વે દરમિયાન નાગરિકોને તેમના મોબાઇલ ફોન પર એનઆઈસી અને નંબર 1921 દ્વારા કોલ મળશે, એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે.

“લોકોને જાણ કરવામાં આવે છે કે તે એક વાસ્તવિક સર્વે છે અને કોવિડ -19 લક્ષણોના વ્યાપ અને વિતરણનો યોગ્ય પ્રતિસાદ આપવા માટે સારા પગલામાં ભાગ લેવા વિનંતી કરવામાં આવે છે,” મંત્રાલય દ્વારા એક અન્ય ટ્વિટમાં જણાવાયું છે.

સરકારે આવા સર્વેના બહાને લોકોને ટીખળ દ્વારા અથવા અન્ય કોઇ નંબરો દ્વારા કોલ કરવા અંગે જાગૃતિ રાખવા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here