મજૂરોને જે તે શહેર અને ઇન્ડસ્ટ્રીમાં પાછા લાવા માટે સરકાર મદદ કરશે: નિર્મલા સીતારામણ

121

છેલ્લા એક મહિનાથી ઔદ્યોગિક એકમો કામ કરતા મજૂરો પોતાના વતન જવા ઇન્ડસ્ટ્રીને નુકશાન થવા જય રહ્યું છે કારણ કે વગર મજૂરોએ ઇન્ડસ્ટ્રીને ચલાવી મુશ્કેલ છે. પણ હવે ઓદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે પ્રતિબંધ હળવા થવા સાથે ફરી શરૂ થવા લાગી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે બુધવારે કહ્યું હતું કે, આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર તેમના ગામોમાં સ્થળાંતર થયેલ મજૂરોને તે જ શહેરો અને નગરોમાં કામ પર પાછા ફરવાની યોજના કરશે.

છેલ્લા 30 દિવસમાં લગભગ મુખ્ય શહેરોમાંથી ટ્રેન મારફેટે અને બસ મારફેટે મજૂરો પોતાના વતન પહોંચ્યા છે પણ ત્યાં ઠંડા ન હોવાને કારણે કેટલાક મજૂરો ફરી કારખાના અને ઇન્ડસ્ટ્રીમાં જોઈન થવા માટે આતુર પણ છે. નિર્મલા સીતારામણે કહ્યું કે, આવા સંકટનો સામનો કરીને, અમે તે કંપનીઓ અને પરત આવવા માંગતા સ્થળાંતરકારો સાથે મળીને કામ કરીશું. સરકાર આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે. આગળ જતા કેન્દ્ર, રાજ્યો અને કંપનીઓ દ્વારા ઘણું કામ કરવાનું બાકી છે. નાણાં પ્રધાને કહ્યું કે, કોરોનો વાયરસ સંકટની નકારાત્મક અસરમાંથી બહાર આવવા માટે સરકારના 20 લાખ કરોડના આર્થિક ઉદ્દીપન પેકેજની અદભૂત અસર પડશે.

વળી, તેમણે એમ પણ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વનિર્ભર ભારતની દ્રષ્ટિ ભારતીય કંપનીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here