ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત સમાચાર અનુસાર, ખાદ્ય ફુગાવાને કાબૂમાં લેવા માટે તાજેતરમાં અનેક પગલાં લીધા પછી, સરકાર ઘરેલુ પુરવઠો વધારવા અને ભાવ વધારાને રોકવા માટે ઘઉં અને ચણા પરની આયાત ડ્યૂટી ઘટાડવા સહિત અન્ય ઘણા પ્રસ્તાવો પર ચર્ચા કરી રહી છે.
સૂત્રોએ ફાઇનાન્શિયલ એક્સપ્રેસને જણાવ્યું હતું કે સરકાર ઘઉંના ભાવ પર ચાંપતી નજર રાખી રહી છે અને ભાવ ઘટાડવા માટે તમામ સંભવિત પગલાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
વેપારીઓનું કહેવું છે કે સરકારે ઘઉં પરની આયાત જકાત ઘટાડીને ખાનગી કંપનીઓને ઘઉં ખરીદવાની છૂટ આપવી જોઈએ કારણ કે વૈશ્વિક ભાવમાં નરમાઈ આવી છે.