મોદી સરકાર અલગ-અલગ સેક્ટરમાં કામ કરી રહેલા કર્મકહરીઓ માટે એક મોટો નિર્ણય લેવા માંગે છે. જોકે સરકાર એક દેશ, વેતન નો એક દિવસ સિદ્ધાંત પર કામ કરી રહી છે. સરકારનો પ્રયત્ન છે કે બધા કર્મચારીઓ ને એક દિવસે પોતાનો પગાર મળે કેંદ્વીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારએ જણાવ્યું હતું કે કેંદ્વ સરકાર દેશ એક, પગારનો દિવસ એક’ સિસ્ટમ લાગૂ કરવાની તૈયારી કરી રહી છે. કેંદ્વીય શ્રમ મંત્રીએ કહ્યું કે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને હિતને ધ્યાનમાં રાખતાં સરકાર આ વ્યવસ્થાને લાગૂ કરવાની દિશામાં કામ કરી રહી છે.
સંતોષ ગંગવારે કહ્યું કે અલગ-અલગ સેક્ટરના કર્મચારીઓનો પગાર સમયસર સુનિશ્વિત કરવા માટે આખા દેશમાં એક જ દિવસે પગાર માટે જોગવાઇ કરવી જોઇએ. વડાપ્રધાન ઇચ્છે છે કે તેના માટે જલદી કાયદો બનાવવામાં આવશે.
કેંદ્વીય મંત્રીએ સિક્યોરિટી લીડરશિપ સમિટ 2019માં કહ્યું કે સરકાર કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખતાં બધા સેક્ટરોમાં એક સમાન ન્યનતમ વેતનની દિશામાં પણ કામ કરી રહી છે.