આત્મનિર્ભર ભારત: 2022 સુધીમાં કૃષિ નિકાસ બમણી કરવાની કેન્દ્ર સરકારની યોજના

172

નવી દિલ્હી: ‘આત્મનિર્ભર ભારત’ ની અનુલક્ષીને, ભારતનું કૃષિ નિકાસનું લક્ષ્ય 2022 સુધીમાં 30 અબજ ડોલરથી બમણા થઈને 60 અબજ ડોલર કરવાનું છે. ઉપરાંત, કોરોના વાયરસ રોગચાળા પછી નવું બજાર પણ શોધવાનું છે જેનાથી ચીનને પણ કૃષિ ક્ષેત્રે ટક્કર આપી શકાશે.

હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ કૃષિ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુએસ, કેનેડા, ચિલી, એક્વાડોર, દક્ષિણ કોરિયા, મલેશિયા, ઈરાન અને ચીન તેમજ તેના હરીફ તાઇવાનને વધુ નિકાસ કરવાની તક ભારત પાસે છે. કૃષિ ક્ષેત્રને ઉદાર બનાવવા માટે આ મહિને ત્રણ વટહુકમો લાગુ કર્યા પછી, નવા બજારોમાં પ્રવેશ વધારવાનો અને નિકાસને વેગ આપવાનો સમય આવી ગયો છે. ભારત કૃષિ મહાસત્તા છે, અને વધુ ને વધુ નિકાસ કરી કૃષિ આવકને બમણી કરવામાં મદદ કરી શકે છે,જેનાથી વડા પ્રધાન દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકને પહોંચી વળશે.

અધિકારીઓએ 11 કૃષિ આધારિત ચીજવસ્તુઓ ઓળખી કાઢી છે જેની ચીન અન્ય વ્યાપારી ભાગીદારો પાસેથી આયાત કરે છે, અને જેની નિકાસ કરવાની ભારતની ક્ષમતા છે. આ ચીજોને કહેવાતા “ચીનના સંભવિત નિકાસ” વર્ગમાં મૂકવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here