દિવાળી પર જનતાને મોટી રાહત; સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી

દિવાળીના અવસર પર ગ્રાહકોને રાહત આપતા કેન્દ્ર સરકારે બુધવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી અને નવા દર દિવાળીના દિવસથી જ લાગુ પડી ગયો હતો.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર છે.

બુધવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 110.04 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 98.42 રૂપિયામાં ઉપલબ્ધ છે. મુંબઈમાં પેટ્રોલ 115.85 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 106.62 રૂપિયા હતું.

આ દરમિયાન સરકારના આ નિર્ણય બાદ અનેક રાજ્યો દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલ પણ VAT ઘટાડવામાં આવ્યો છે. ગુજરાત,અસાં ત્રિપુરા,કર્ણાટક અને ગોવાની સરકારે પેટ્રોલ અને ડીઝલ પાર 7 રૂપિયાઓ ઘણો કરી નાંખ્યો છે.જયારે ઉત્તરાખંડમાં 2 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે. આ સાથે કોંગ્રેસ સરકારના રાજ્યો અને ભાજપ સિવાયના અન્ય રાજ્યોમાં હજુ સરકાર દ્વારા VAT ઘટાડવામાં આવ્યો નથી.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here