જૂન 2023 દરમિયાન GSTની કુલ ₹1,61,497 કરોડની આવક એકત્રિત થઇ; વાર્ષિક ધોરણે 12%ની વૃદ્ધિ નોંધાઇ

જૂન, 2023 મહિનામાં GSTની કુલ આવક ₹1,61,497 કરોડ રહી છે જેમાંથી CGST પેટે ₹31,013 કરોડ, SGST પેટે ₹38,292 કરોડ, IGST પેટે ₹80,292 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલા ₹39,035 કરોડ સહિત) અને ઉપકર પેટે ₹11,900 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલા ₹1,028 કરોડ સહિત)ની આવક થઇ છે.

સરકારે IGSTમાંથી CGST માટે ₹36,224 કરોડ અને SGST માટે ₹30269 કરોડની રકમ સરભર કરી છે. નિયમિત સેટલમેન્ટ પછી જૂન 2023 મહિનામાં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST પેટે ₹67,237 કરોડ અને SGST પેટે ₹68,561 કરોડ રહી છે.

જૂન 2023 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનામાં થયેલી GSTની આવક કરતાં 12% વધારે છે. આ મહિના દરમિયાન, સ્થાનિક વ્યવહારોમાંથી (સેવાઓની આયાત સહિત) થયેલી આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્રોતોમાંથી થયેલી આવકની સરખામણીએ 18% વધુ છે.

GSTની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં તેનું એકત્રીકરણ રૂ. 1.60 લાખ કરોડના આંકડાને ઓળંગી ગયું હોય તેવું ચોથી વખત બન્યું છે. નાણાકીય વર્ષ 2021-22, નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે સરેરાશ માસિક કુલ GST એકત્રીકરણ અનુક્રમે રૂ. 1.10 લાખ કરોડ, રૂ. 1.51 લાખ કરોડ અને રૂ. 1.69 લાખ કરોડ નોંધાયું છે.

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here