ગુજરાતમાં 44 % વરસાદની ખેંચ; ખેડૂતોમાં ભારે નિરાશા

અમદાવાદ: ગુજરાતમાં 44 ટકાની ભારે વરસાદની અછત છે, જે મણિપુર પછી સૌથી ઓછો વરસાદ ધરાવતું રાજ્ય છે. મણિપુરમાં 9 ઓગસ્ટ સુધી 57 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધી મોસમી વરસાદની 5 ટકા ખાધનો સામનો કરવો પડી રહ્યો છે. માહિતી અનુસાર, ગુજરાતમાં સામાન્ય સરેરાશ 450.7 મીમી સામે 1 જૂનથી 9 ઓગસ્ટ દરમિયાન 252.5 મીમી વરસાદ નોંધાયો છે. મધ્ય ભારતના પ્રદેશમાં, માત્ર ઓડિશા 28 ટકા વરસાદની ખાધ સાથે બીજું રાજ્ય છે, જ્યારે મહારાષ્ટ્રમાં 10% અને ગોવામાં સરેરાશ કરતા 7 ટકા વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતના IMD ના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 44 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં બે મહિનામાં માત્ર ત્રણ વખત સારો વરસાદ થયો છે. દરમિયાન, રાજ્યભરના ખેડૂતો દુષ્કાળને કારણે હાહાકાર મચાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here