હેન્ડ સેનિટાઇઝરની નહિ થઇ શકે નિકાસ

દેશમાં જ હેન્ડ સેનિટાઇઝરની વિશેષ જરૂર હોવાને કારણે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય હેન્ડ સેનિટરાઇઝર પર લીધો છે.કોરોનો વાયરસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરના ઉત્પાદનના નિકાસ પર પ્રતિબંધમુકવાનું ફરમાન કર્યું છે.

વિદેશ મંત્રાલયના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડાયરેક્ટર જનરલે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જણાવાયું છે કે,આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર નિકાસ પર પ્રતિબંધો છે. જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે સેનિટાઇઝરનો ઉપયોગ જંતુનાશક પદાર્થ તરીકે થાય છે.

સુગર મિલો અને અન્ય કંપનીઓ હેન્ડ સેનિટાઇઝર બનાવવા માટે સખત મહેનત કરી રહી છે.તે જ સમયે, સરકાર કોરોનો વાયરસના ફેલાવાને રોકવા માટે કોઈ કસર છોડશે નહીં અને લોકડાઉન જેવા પગલાઓ અપનાવી રહી છે. હજી સુધી ભારત સરકારે કોરોનાને અન્ય દેશો કરતા વધારે ફેલાવા દીધો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here