દિલ્હી બોર્ડર પર કિસાન આંદોલનનો સુખદ અંત

49

દિલ્હી બોર્ડર પર કિસાન આંદોલન સમેટાઈ ગયું છે.ખેડૂતો ઘરે પરત ફરવાની તૈયારી કરવા લાગ્યા છે.છેલ્લા 1 વર્ષથી ચાલતું કિસાન આંદોલન તેમની માંગણીઓ સ્વીકારાતા પૂરું કરવાની કિસાન સંગઠન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.કિસાન સંગઠનોમાં સહમતી થઈ ગઈ છે. તેમને કેસ પરત લેવા અને દરેક માંગણીઓ પૂરી કરવા વિશેનો પત્ર સરકાર તરફથી મળી ગયો છે. આજે સાંજે 5 વાગે ખેડૂત આંદોલન સમાપ્તની સ્ટેજ પરથી સંગઠન દ્વારા જહેરાત કરી દેવામાં આવશે. સિંઘુ બોર્ડરે ખેડૂતોએ પણ ટેન્ટ કાઢી નાખવાની તૈયારી શરૂ થઈ છે. 11 ડિસેમ્બરે વિજય દિવસ મનાવવાની ઘોષણા કરવામાં આવી છે.

આંદોલનની આગેવાની કરનાર પંજાબના 32 કિસાન સંગઠનોએ તેમના કાર્યક્રમ પણ બનાવી દીધો છે. તેમાં 11 ડિસેમ્બરે દિલ્હી પંજાબ સુધીની વિજયકૂચ કરવામાં આવશે. સિંઘુ અને ટીકરી બોર્ડરથી ખેડૂતો એક સાથે પંજાબ માટે રવાના થશે. 13 ડિસેમ્બરે પંજાબમાં 32 સંગઠન નેતા અમૃતસરમાં આવેલા દરબાર સાહિબમાં દર્શન કરશે. ત્યારપછી 15 ડિસેમ્બરે પંજાબમાં અંદાજે 116 જગ્યાએ શરૂ કરવામાં આવેલ આંદોલન ખતમ કરવામાં આવશે. હરિયાણાના 28 ખેડૂત સંગઠનોએ તેમની પણ રણનીતિ બનાવી દીધી છે.

હરિયાણાના ખેડૂત નેતા ગુરનામ ચહૂનીએ કહ્યું હતું કે મોટી જીત લઈને ઘર તરફ પરત ફરી રહ્યા છીએ. કાલે સરકાર તરફથી જે ડ્રાફ્ટ આવ્યો છે એ વિશે અમે સહમત છીએ. અમે એમાં અમુક સુધારાની માગણી કરીને એને પરત મોકલી દીધો હતો. હવે સરકાર અમને આ ડ્રાફ્ટ વિશે ઓફિશિયલ પત્ર મોકલી દે. લેટર આવશે કે તરત અમે કાલે એક મિટિંગ કરીને નિર્ણય લઈ લઈશું. એ માટે કાલે 12 વાગ્યે મીટિંગ બોલાવવામાં આવી છે, જેમાં અંતિમ નિર્ણય લેવાશે.હાલ કુંનૂર દુર્ઘટનાને કારણે વિજય ઉત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે.

આ દરમિયાન હરિયાણા સરકારે પણ ખેડૂતોને વળતર તરીકે 5 લાખની મદદ અને કેસ પરત લેવાની સહમતી આપી દીધી છે. કેન્દ્ર સરકારે પણ દરેક કેસ પરત લેવાની સહમતી આપી દીધી છે. કેન્દ્રએ MSP કમિટીમાં માત્ર આંદોલનકારીઓના નેતાઓને રાખવાની વાત પણ માની લીધી છે. આમ દિલ્હી બોર્ડર પર 378 દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલનનો સુખદ અંત આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here