હરિયાણામાં મિલો બનશે વધુ આધુનિક :સહકાર મંત્રી બનવારી લાલે આપ્યા નિર્દેશ

90

હરિયાણા રાજ્યમાં હવે સુગર મિલો વધુ આધુનિક બનવા જય રહી છે.હરિયાણાના સહકારી મંત્રી ડો.બનવારીલાલે આ પ્રકારનો નિર્દેશ આપ્યો હતો. હરિયાણા સ્ટેટ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર મિલ્સ લિ.ના અધિકારીઓને તેમણે નિર્દેશો આપ્યા છે કે મિલોના આધુનિકીકરણ અને ઇથેનોલ / સેનિટાઇઝર, વીજ ઉત્પાદન, ગોળ એકમો વગેરે સ્થાપવાની સંભાવનાઓ શોધી કાઢવા પ્રયત્ન કરવા જોઈએ .

સહકાર મંત્રી બુધવારે હરિયાણા સ્ટેટ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર મિલ્સ લિ.ના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા હતા. આ બેઠક દરમિયાન હરિયાણા સ્ટેટ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર મિલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન શક્તિસિંહ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બનવારી લાલે મિલોના કામકાજમાં પારદર્શિતા લાવવા અને ખર્ચ અસરકારક તકનીકો અને માહિતી ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા તમામ પ્રયત્નો કરવા અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં,તેઓએ સહકારી ખાંડ મિલો સંબંધિત વિવિધ વિષયો પર ચર્ચા કરી, જેમ કે ક્રશિંગ સત્ર 2019-20 ની કામગીરીની સમીક્ષા, જરૂરી ખાલી જગ્યાઓ ભરવા અને ડેપ્યુટેશન પર અન્ય વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ વિષેના નિર્ણય વગેરે બાબતો સામેલ છે. બેઠક દરમિયાન શક્તિસિંહે ક્રશિંગ સત્ર 2019-20 વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ -19 રોગચાળો હોવા છતાં, તમામ સહકારી ખાંડ મિલોએ 2019-20 સીઝન દરમિયાન સફળતાપૂર્વક પિલાણની કામગીરી પૂર્ણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here