મુંબઈ-મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદ: કુલ 22ના મોત

354

મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. અહીં અલગ-અલગ જગ્યા પર ભારે વરસાદ થવાના કારણે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં 21 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. મુંબઇના કલ્યાણ અને મલાડમાં મોડી રાત્રે દિવાલ ધરાશાયી થવાના કારણે ક્રમશ: 3 અને 12 લોકોના મોત થયા છે. જ્યારે પુણેના અંબેગાંવમાં પણ દિવાલ ધરાશાયી થવાના કારણે 6 લોકોના મોત થયા છે. આ ઘટના બાદથી જ એનડીઆરએફ અને અન્ય રાહત ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે. મુંબઈ શહેરમાં આખી રાત વરસાદ પડતા પર પાણી ભરાયા હતા અને મુંબઈ એરપોર્ટ પર ઘણી ફ્લાઇટને ડાઇવર્ટ કરવી પડી હતી.
દીવાલ ઘસી પાડવાની ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાઓ પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે હવામાન વિભાગની તરફથી મુંબઇમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. સીએમ ફડણવીસની તરફથી કહેવામાં આવ્યું છે કે જો જરૂરી હોય ત્યારે જ લોકો ઘરોથી બહાર નીકળો.

સરકાલે આજે તમામ સરકારી-ખાનગી સ્કૂલ-ઓફિસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની તરફથી કહેવામાં આવ્યું છે આજે 2 જુલાઇના રોજ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ, સ્કૂલ-શાળાઓમાં જાહેર રજા અપાઇ છે.

હવામાન વિભાગે આપી હજુ વધુ વરસાદની ચેતવણી

હવામાન વિભાગની તરફથી કહેવામાં આવ્યું છે કે આવતા 24 કલાકમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ તો બાકીના ભાગમાં ધીમી ધારે વરસાદ સતત ચાલુ રહેશે. રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન ઠપ થઇ ગયું છે. પાલઘર અને નાલાસોપારા રેલવે સ્ટેશન પર વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે. પાલઘરમાં આજે પણ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગની તરફથી વ્યકત કરાયું છે.

મુંબઇમાં વરસાદનો કહેર

આપને જણાવી દઇએ કે મુંબઇમાં છેલ્લાં 48 કલાકથી ધોધમાર વરસાદ પડી ગયો છે. બીએમસીના અધિકારીઓના મતે આ વરસાદ છેલ્લાં 10 વર્ષમાં સૌથી વધુ છે. આપને જણાવી દઇએ કે સુરત જતી સ્પાઇસ જેટની એક ફલાઇટ રનવે પર લેન્ડિંગ દરમ્યાન આ જ રીતે લપસી ગઇ હતી.

હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા

સોમવાર સવારથી જ ખરાબ સ્થિતિના લીધે રાયગઢમાં એક સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઇ ગયા છે અને લોકોને કેટલાંય પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે. હોસ્પિટલના વોર્ડ્સ પાણીથી છલકાઇ ગયા છે. મુંબઇ પોલીસે તમામને ઘરમાંથી બહાર નીકળતા પહેલાં હવામાનના અપડેટ્સ જોઇને બહાર નીકળવાની સલાહ આપી છે.

છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈ લગભગ ઠપ થઈ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાલઘર પાસે ટ્રેક ધોવાઈ જતાં મુંબઈ-અમદાવાદ અને મુંબઈ-દિલ્હીનો રેલ વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો. અનેક ટ્રેન રદ કરાઈ હતી તો કેટલીક ટ્રેન મોડી ચાલી રહી હતી. વિમાની સેવાને પણ અસર થઈ હતી. મુંબઈ-પૂણે લાઈન પર માલગાડી ખડી પડતાં વાહન-વ્યવહાર ખોરવાયો હતો.

મુંબઈ-પૂણેમાં 22 લોકોનાં મોત

મુંબઈમાં ભારે વરસાદના કારણે અલગ-અલગ જગ્યાએ દિવાલ ધસી પડવાથી કુલ 22 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના મલાડ ઈસ્ટના પિંપરીપાડા વિસ્તારની છે. કાટકાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. દીવાલ પડવાની અન્ય એક દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયા છે. કલ્યાણમાં નેશનલ ઉર્દૂ હાઈસ્કૂલની કમ્પાઉન્ડ દીવાલ પડતાં તેના નીચે દટાતાં 3 લોકોનાં મોત થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થયા બાદ ઘટનાસ્થળે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ પહોંચી ગઈ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને જોગેશ્વરીના ટ્રોમા સેન્ટરમાં અને કાંદવલીની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમોને પહોંચતાં પહેલા સ્થાનિક લોકોએ કેટલાક લોકોને બચાવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here