દક્ષિણ કેરળમાં ભારે વરસાદ, પાંચ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી

શુક્રવારે કેરળના દક્ષિણી જિલ્લાઓના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓને નુકસાન થયું. હવામાન વિભાગે પાંચ જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે અને ભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગની અપડેટ કરેલી માહિતી અનુસાર, તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિતા, અલપ્પુઝા, કોટ્ટયમ અને ઇડુક્કી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.અન્ય પાંચ જિલ્લાઓ – થ્રિસુર, પલક્કડ, કોઝિકોડ, મલપ્પુરમ અને વાયનાડમાં ભારે વરસાદને દર્શાવતી ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવી છે.

દરમિયાન કોલ્લમ જિલ્લાના પુનાલુર-થેનમાલા વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ત્રણ વાહનો ધોવાઈ ગયા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં વ્યાપક વિનાશ થયો હતો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગના કેટલાક ભાગોને નુકશાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here