નવી દિલ્હી: HTAutoમાં પ્રકાશિત સમાચાર અનુસાર, Honda Motorcycles and Scooters India (HMSI)ના મુખ્ય કાર્યકારી અધિકારી અત્સુશી ઓગાટાએ બુધવારે દિલ્હીમાં બાયોફ્યુઅલ પર આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમિયાન ભારતમાં તેની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ મોટરસાઇકલ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે તેવી જાહેરાત કરી હતી, Honda ફ્લેક્સી-ફ્યુઅલ મોટરસાઇકલનું પ્રથમ મોડલ 2024ના અંત સુધીમાં લોન્ચ કરી શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું. તેણે સ્પષ્ટ કર્યું ન હતું કે પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ મોટરસાઇકલ તરીકે કયા બ્રાન્ડ મોડલનો ઉપયોગ કરવામાં આવશે.
જો કે TVS મોટરે ભારતમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સંચાલિત ટુ-વ્હીલર લોન્ચ ભારતમાં કર્યું હતું પરંતુ હોન્ડાએ તેને વૈશ્વિક સ્તરે લોન્ચ કર્યું હતું. Honda CG150 Titan Mix એ વિશ્વની પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ મોટરસાયકલ હતી, જે 2009માં બ્રાઝિલમાં લોન્ચ કરવામાં આવી હતી. ટુ-વ્હીલર બ્રાન્ડે બ્રાઝિલમાં NXR 150 Bros Mix અને BIZ 125 Flex જેવી ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સંચાલિત મોટરસાઇકલ પણ લૉન્ચ કરી છે.
Honda Motorcycle & Scooters India દ્વારા દેશમાં ફ્લેક્સ-ફ્યુઅલ મોટરસાયકલ લોન્ચ કરવાની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેન્દ્ર સરકાર ઓટો ઉત્પાદકોને ક્લીનર અને વધુ સસ્તું વૈકલ્પિક ઇંધણ આધારિત વાહનો પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મોંઘા તેલની આયાત ઘટાડવા ભારતમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો શરૂ કરવા માટે ખાસ કામ કરી રહ્યા છે. તેઓએ તાજેતરમાં પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ કાર, ટોયોટા કેમરી હાઈબ્રિડ મોડલનું અનાવરણ કર્યું હતું.