લદાખમાં ઈથનોલ મિશ્રિત પેટ્રોલ લાવનારી HPCL પ્રથમ કંપની બની

85

નવી દિલ્હી: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની સપ્લાય શરૂ કરનારી પહેલી ઓઇલ કંપની બની છે. એચપીસીએલે એક નિવેદનમાં જણાવ્યું છે કે લદ્દાખ ક્ષેત્રને બળતણ તેના લેહ ડેપોમાંથી સપ્લાય કરવામાં આવે છે, જે 11,500 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. એચપીસીએલ દેશના પ્રથમ ઓઇલ માર્કેટિંગ કંપની બની છે કે જેમણે આટલી ઊંચાઈ અને નીચા તાપમાનમાં લદ્દાખ ક્ષેત્રમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ લાવ્યું છે.

કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને તેલની આયાત બિલ ઘટાડવામાં મદદ માટે સરકારે ઓઇલ કંપનીઓને પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાનો આદેશ આપ્યો છે. 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભળવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એચપીસીએલનો લેહ ડેપો, જે 2018 માં 4,450 કિલોલીટરોની કુલ ટાંકી સાથે શરૂ કરવામાં આવ્યો હતો, તે દેશના ઉત્તરીય ભાગમાં એક મહત્વપૂર્ણ ઓઇલ ડેપો છે કારણ કે તે સરહદો પર તૈનાત ભારતીય સશસ્ત્ર દળોની સ્થાનિક માંગ અને આવશ્યકતાઓને પૂરી કરે છે.

એચપીસીએલ જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં સ્થિત તેના રિટેલ આઉટલેટ્સ માંથી ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલનું વેચાણ શરૂ કરનારી દેશની પ્રથમ ઓઇલ માર્કેટિંગ કંપની પણ છે, એમ નિવેદનમાં જણાવ્યું છે. એચપીસીએલે કહ્યું કે ઇથેનોલ 21 મી સદીના ભારતની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક બની ગઈ છે. ઇથેનોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વધુ સારા વાતાવરણમાં મદદ મળશે અને ખેડૂતોના જીવન પર હકારાત્મક અસર પણ આવશે. એચપીસીએલની આ પહેલ 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવાના આપણા દેશના પ્રયત્નોને વેગ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here