ગોવાની એકમાત્ર સંજીવની સુગર મિલ બંધ કરવાના પક્ષમાં હું નથી: મંત્રી

ગોવાની એક માત્ર સુગર મિલ સંજીવની સુગર મિલ અંગે ખેડૂતોને બહુ મોટી આશા હતી કે સરકાર કોઈપણ ભોગે આ આ મીલને ચાલુ કરે કારણ કે અહીંના શેરડીના ખેડૂતોને પોતાની શેરડી વેંચવા મારે કર્ણાટક પર અધાર રાખવો પડે છે. પણ હવે ગોવા સરકારે સંજીવની સુગર મિલના પુનરુત્થાન માટે પગલા લીધા છે, સરકાર રિવાઇવલ રિપોર્ટ તૈયાર કરવા માટે સલાહકારની નિમણૂક માટે આવતા અઠવાડિયે ટેન્ડર પણ બહાર પાડશે. સહકારી મંત્રી ગોવિંદ ગૌડે કહ્યું કે, આગામી સપ્તાહ સુધીમાં ટેન્ડર મંગાવવામાં આવશે અને સલાહકારો તેમના અહેવાલમાં નાણા અને શેરડીના પુરવઠાના દૃશ્ય જેવા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ગૌરે કહ્યું કે સરકાર પાસે પહેલાથી જ ત્રણ અહેવાલો છે, જેમાંથી એક રાષ્ટ્રીય સુગર ઇન્સ્ટિટ્યૂટનો છે, જેમાં કારખાનાના પુનર્જીવન ખર્ચની વાત કરવામાં આવી છે જેની કિંમત 186 કરોડ રૂપિયા છે.

તેમણે વધુમાં કહ્યું કે, હું આ મિલને બંધ કરવાના સમર્થનમાં નથી, કારણ કે ઘણા પરિવારોની આજીવિકા તેના પર નિર્ભર છે. જોકે, શેરડી ફાર્મર્સ એસોસિએશન ખુદ મિલને બંધ કરવા સમર્થન આપી રહ્યું છે અને બદલામાં વળતર ચૂકવવા વિનંતી કરવામાં આવી છે.દરમિયાન, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સુદિન ધાવલીકરે કહ્યું કે સરકારે સંજીવની સુગર મિલ બંધ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આશરે 1,500 પરિવારોની આજીવિકા મિલ પર આધારીત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here