ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો શેરડીના ભાવ પ્રતિ ક્વિન્ટલ 400 રૂપિયા કરવામાં આવશે: પ્રિયંકા ગાંધી

લખનૌ: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ગુરુવારે આવતા વર્ષની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઘણા વચનો આપ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ 20 લાખ નોકરીઓ આપશે અને દરેક જિલ્લામાં મેન્યુફેક્ચરિંગ હબ હશે. તેઓ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક સંકલ્પ રેલીને સંબોધિત કરી રહી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ વિકાસના આધારે ચૂંટણી લડશે, અને સત્તામાં આવ્યા બાદ 20 લાખ યુવાનોને નોકરીઓ આપશે. પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, ખાતરની તીવ્ર અછતને કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. પ્રિયંકાએ વચન આપ્યું હતું કે જો કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સત્તામાં આવશે, તો ડાંગર અને ઘઉં માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને વધારીને 2,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને શેરડી માટે 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, શેરડીના ખેડૂતોના તમામ લેણાં ચૂકવવા માટે માત્ર ₹4,000 કરોડની જરૂર છે. કોવિડ-19 મહામારી વચ્ચે મોદીએ ગયા વર્ષે 8,000 કરોડ રૂપિયામાં ખાનગી પ્લેન ખરીદ્યું હતું. કેન્દ્ર સરકાર સંસદના બ્યુટિફિકેશન માટે 20,000 કરોડ રૂપિયા આપી રહી છે, પરંતુ તેમની પાસે ખેડૂતોના લેણાં ચૂકવવા માટે પૈસા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here