દેશની ઉત્પાદન પ્રવૃતિ 4 માસ બાદ ફરી પાટે ચઢી, નવેમ્બરમાં IIP 1.8%

96

નવી દિલ્હીઃ 2019ના કેલેન્ડર વર્ષનો બીજો હાફ દેશના અર્થતંત્રને હંફાવી રહ્યો હતો પરંતુ, નવેમ્બર અને ડિસેમ્બર માસના આંકડા દેશની આર્થિક પ્રવૃતિઓ ફરી સુધારાના પંથે ચઢી રહી હોવાના સંકેત આપી રહી છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં જીએસટી કલેકશન 1 લાખ કરોડને પાર નીકળ્યું છે. નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન આંક એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્સ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) વધીને 1.8 ટકા નોંધાયો છે જે છેલ્લા ચાર મહિનાનો સૌથી ઊંચો ઉત્પાદન વૃદ્ધિદર છે.

સતત બે મહિના નકારાત્મક રહ્યા બાદ આઇઆઇપી ગ્રોથમાં રિકવરી જોવા મળી છે. જ્યારે ઓક્ટોબરમાં IIP ગ્રોથ 3.9 ટકા નકારાત્મક અને નવેમ્બર 2019માં 0.2 ટકા વધ્યો હતો. નવેમ્બર 2019માં માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન અનુક્રમે 1.7 ટકા અને 2.7 ટકા વધ્યું છે. જો કે ઇલેક્ટ્રીસિટી જનરેશન 5 ટકા ઘટ્યું છે. આ સાથે ચાલુ નાણાંકીય વર્ષ 2019-20ના એપ્રિલથી નવેમ્બર સુધીના પ્રથમ આઠ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર 0.6 ટકા નોંધાયો છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં IIP ગ્રોથ 5 ટકા નીચો રહ્યો હતો.

23માંથી 13 ઔદ્યોગિક ક્ષેત્રનો ઉત્પાદન વૃદ્ધિદર નકારાત્મક

દેશના મહત્વપૂર્ણ 23માંતી 13 ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિદર નવેમ્બર 2019માં નકારાત્મક રહ્યો છે. વપરાશ આધારિત છ માંથી 4 સેક્ટરનું ઉત્પાદન ઘટ્યું છે. જેમાં ઇન્ટરમીડિયેટ ગુડ્સ સેક્ટરનું ઉત્પાદન ઝડપથી 17.1 ટકા વધ્યું છે અને જે ગ્રામીણ માંગનો નિર્દેશાંક મનાય છે તેવા કન્ઝ્યુમર નોન-ડ્યુરેબલ્સનું ઉત્પાદન બે ટકા વધ્યું છે. જોકે બીજી બાજુ મૂડીરોકાણનો માપદંડ મનાતા કેપિટલ ગુડ્સનું ઉત્પાદન 8.6 ટકા ઘટ્યું. આ સાથે કેપિટલ ગુડ્સનું પ્રોડક્શન એપ્રિલથી નવેમ્બર દરમિયાન 11.6 ટકા ઘટ્યું છે. શહેરી માંગનો નિર્દેશાંક એટલે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનું પ્રોડક્શન નવેમ્બરમાં 1.5 ટકા ઘટ્યું છે. ઉપરાંત પ્રાયમરી ગુડ્સનું પણ ઉત્પાદન 0.3 ટકા ઘટ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here