ખાંડમાં થયેલા ઘોટાળાને ધ્યાનમાં રાખીને ઇમરાન ખાને રાતોરાત મંત્રી બદલી નાંખ્યા

પાકિસ્તાનમા થયેલા ખાંડના કૌભાંડના મુદ્દે દેશના વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે સોમવારે પોતાના પ્રધાનમંડળમાંરાતોરાત ફેરબદલ કર્યો હતો અને કૌભાંડમાં તેમની કથિત ભૂમિકા બદલ કેટલાક અગ્રણી સલાહકારોને પણ બરતરફ કર્યા હતા.

ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) ના એક રિપોર્ટમાં સુગર અને ઘઉંના સંકટ માટે શાસક પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) સરકારના કેટલાક પ્રધાનો અને અધિકારીઓને સીધા કે આડકતરી રીતે જવાબદાર ઠેરવ્યા છે. જે બાદઇમરાન ખાને આ નિર્ણય લીધો હતો.

ગયા અઠવાડિયે એફઆઈએ પોતાના 32 પાનાના અહેવાલમાં સરકારની સુગર નિકાસના નિર્ણયને અન્યાયી ગણાવ્યો હતો.કારણ કે તેણે વર્ષની શરૂઆતમાં ખાંડના ભાવમાં 30 ટકાનો વધારો કર્યો છે.

ખાને સોમવારે મંત્રીમંડળમાં જબરદસ્ત પરિવર્તન કર્યા અને હવે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પ્રધાન મખદુમ ખુસરો બખ્તિયારની જવાબદારી સૈયદ ફકર ઇમામને સોંપી દીધી છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં લોકોને ભૂતકાળમાં ખાંડ અને લોટની કટોકટીનો સામનો કરવો પડ્યો હતો,ત્યારબાદ વડા પ્રધાન ઇમરાન ખાને આ કટોકટીના દોષીઓને શોધી કાઢવાનો આદેશ જારી કર્યો હતો. એફઆઈએએ આ દિશામાં તપાસ શરૂ કરી અને તેનો અહેવાલ સરકારને સુપરત કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here