ભારતમાં એક જ દિવસમાં 3.20 લાખ કોરોના દર્દી સાજા થયા

110

ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા તેમાં હવે આંશિક સુધારો છેલ્લા 4 દિવસથી જોવા મળી રહ્યો છે. એક સમયે એક દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યા એક જ દિવસમાં 4 લાખની ઉપર પહોંચી ગયા બાદ છેલ્લા ચાર દિવસથી કેસ ચાર લાખની અંદર નોંધાવા લાગ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 3,57,229 નવા કેસ આવ્યા છે. જે ગઈકાલના કેસ કરતા પણ થોડો ઘટાડો સૂચવે છે.

માધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર અને નવી દિલ્હીમાં કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ ભારતમાં નોંધાયેલા 3,57,229 નવા કેસની સાથ કુલ પોઝિટિવ કેસની સંખ્યા પ્રથમ વખત 2 કરોડને પાર જોવા મળી છે.ભારતમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 2,02,82,833 સુધી પહોંચી છે.

એક બાજુ ભારતમાં કેસ વધ્યા હતા પણ હવે થોડો ડાઉન ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી દરરોજ રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ 3 લાખ અને તેનાથી વધુ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 3,20.289 દર્દીઓ એક જ દિવસમાં રિકવર થયા છે જે એક સારી નિશાની બતાવે છે. આ સાથે ભારતમાં રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1,66,13,292 પર પહોંચી છે.

જોકે ભારતમાં ચિંતાનું કારણ એ પણ છે કે હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 34,47,133 પર પહોંચી છે. જે એક સમયે સવા લાખ સુધી સીમિત થઇ ચુકી હતી. અન્ય ચિંતાની બાબત એ પણ છે કે ભારતમાં દરરોજ મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,449 લોકોના કોરોનાથી મોત નિપજ્યા હતા. જયારે ભારતમાં કુલ 2,22,408 લોકોના મોત નિપજ્યા છે.

ભારતમાં 15,89,32,921 લોકોને અત્યાર સુધીમાં રસીના ડોઝ આપી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here