છેલ્લા 24 કલાકમાં ભારતમાં 45,720 નવા COVID-19 કેસ નોંધાયા,1,129 લોકોનાં મોત

141

નવી દિલ્હી: કોરોનાવાયરસ ચેપના કેસોમાં વધારો થવાની ગતિ દરરોજ બહુ જ ઊંચા રેઈટ સાથે વધી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 45 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ આંકડો અત્યાર સુધીની સર્વોચ્ચ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ ચેપના 45,720 નવા કેસ નોંધાયા છે. આ સાથે હવે દેશમાં નોંધાયેલા દર્દીઓની કુલ સંખ્યા 12 લાખને વટાવી ગઈ છે. એટલું જ નહીં, છેલ્લા 24 કલાકમાં, 1,129 લોકોનાં મોત પણ થયાં છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 29,861 પર પહોંચી ગયો છે. ચિંતાનો વિષય છે કે જો આ ગતિ ચાલુ રહેશે તો 12 થી 13 લાખનો આંકડો પાર કરવામાં માત્ર બે દિવસનો સમય લાગશે, અને શનિવારે (25 જુલાઇ) સુધીમાં 13 લાખનો આંકડો પાર કરી લીધો હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here