ભારતમાં 15,388 નવા કોરોનાના કેસની સામે 16,596 દર્દીઓ સાજા થયા

94

નવી દિલ્હી:ભારતમાં ઘણા દિવસો બાદ ફરી એક વખત કોરોનાના નવા કેસ કરતા રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 15,388 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે જેની સામે ભારતમાં છેલ્લા 24 કલાકમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 16,596 જોવા મળી છેજયારે 77 લોકોના મોત નિપજ્યા હતા.

.ભારતમાં વધુ 15,388 નવા દર્દીઓ આવતા ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,12,,44,786 પર પહોંચી છે જયારે વધુ 16,596 દર્દીઓ રિકવર થતા ભારતમાં કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની કુલ સંખ્યા 1,08,99,394 પર પહોંચી છે. હાલ ભારતમાં કુલ 1,87,462 દર્દીઓ વિવિધ રાજ્યોમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જેમના 44% દર્દીઓ ઘરે સારવાર લઇ રહ્યા છે.ભારતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 77 લોકોના મૃત્યુ થતા ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 1,57,930 પર પહોંચી છે. ભારતમાં ગઈકાલ સુધીમાં કુલ 2,30,08,733 લોકોને રસી આપી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here