ભારતમાં કોરોનાના નવા 16,738 દર્દીઓ સામે આવ્યા

92

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,738 નવા COVID -19 કેસ અને 138 મૃત્યુ નોંધાયા છે. જયારે છેલ્લા 24 કલાકમાં 11,799 દર્દીઓ સાજા થયા હતા.

હાલ 1,51,708 સક્રિય કેસ અને 1,07,38,501 પર જોવા મળી રહ્યા છે.જયારે કુલ કોરોના દર્દીઓની સંખ્યા 1,10,46,914 પર પહોંચી ગઈ છે.

138 લોકોના મોત સાથે મૃત્યુની સંખ્યા 1,56,705 પર પહોંચી ગઈ છે.

આરોગ્ય મંત્રાલય મુજબ, બુધવારે સાંજ સુધીમાં કુલ 1,23,66,633 રસી ડોઝ 2,63,224 સત્રો દ્વારા આપવામાં આવ્યા છે.

ભારતીય તબીબી સંશોધન પરિષદના જણાવ્યા અનુસાર બુધવાર સુધીના કુલ નમૂનાઓની સંખ્યા 21,38,29,658 હતી. આઇસીએમઆર એ એમ પણ કહ્યું કે 24 ફેબ્રુઆરીએ 7,93,383 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here