ભારતમાં કોરોનાના નવા 23,285 કેસ નોંધાયા જયારે 117ના મોત

82

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે માહિતી આપી હતી કે છેલ્લા 24 કલાકમાં ભારતમાંથી 23,285 નવા કોવિડ -19 કેસ અને 117 મૃત્યુ નોંધાયા છે.

આ સાથે, દેશમાં નોંધાયેલા પોઝિટિવ કોરોનાવાયરસ કેસની સંખ્યા હવે 1,13,08,846 થઇ છે, જેમાં 1,97,237 સક્રિય કેસ અને 1,58,306 મૃત્યુનો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં 15,157 દર્દીઓ રિકવર થયા છે અને એ સાથે કુલ 1,09,53,303 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાનના બીજા તબક્કાની કામગીરી સાથે, રસીના અત્યાર સુધીમાં 2,61,64,920 જેટલા ડોઝ આપવામાં આવ્યા છે.

ગુરુવારે 7,40,345 સહિત કુલ 22,49,98,638 નમૂનાઓનું COVID-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

છ રાજ્ય – મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુ, છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા નવા કોરોનાવાયરસ કેસના 85.91 ટકા જેટલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here