ભારતમાં કોરોના ના નવા 37,875 કેસ નોંધાયા જયારે 39,114 દર્દીઓ રિકવર થતા એક્ટિવ કેસનો આંકડો ફરી 4 લાખની અંદર

ગઈકાલે પણ કેરળ રાજ્યમાં કોરોનાના 25 હજારથી વધારે કેસ આવતા ભારતમાં કોરોના ના નવા 37,875 કેસ સામે આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 39,114 દર્દી રિકવર થયા હતા. આ સાથે ગઈકાલે ભારતમાં વધુ 360 મોટ પણ કોરોના ને કારણે મોત નિપજ્યા હતા.

ભારતમાં હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ ભારતમાં કોરોનાના આંકડા હજુ પણ વધી રહ્યા છે અને કેટલાક જિલ્લામાં કેસ વધી રહ્યા છે. ખાસ કરીને કેરળ રાજ્યમાં હજુ પણ 25 હજારથી પણ વધારે કેસ આવી રહ્યા છે જે ચિંતાનો વિષય છે. કેરાલામાં દરરોજ 20 થી 25 હજાર કેસ આવી રહ્યા છે જેને કારણે ભારતમાં પણ દરરોજ નોંધાતા કોરોનાના કેસના 60 % કેસ માત્ર કેરાલામાંથી આવી રહ્યા છે. આ ઉપરાંત તામિલનાડુ,મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ હજુ એક હજારથી વધારે પોઝિટિવ કેસ આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,30,96,718 પર પહોંચી છે જયારે 3,22,64,051 કેસ રિકવર થઈ ચૂક્યા છે. ભારતમાં કુલ મોત ની સંખ્યા પણ 4,41,411 પર આવી છે.
હાલ ભારતમાં એક્ટિવ કેસ ફરી એકવખત 4 લાખની અંદર જોવા મળી રહ્યા છે. ભારતમાં હાલ 3,91,256 દર્દીઓ સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here