ભારતમાં હેલ્થ મંત્રાલય દ્વારા આજે પ્રસ્તુત કરાયેલા આંકડા મુજબ ભારતમાં કોરોના નો કહેર દિન પ્રતિદિન ઓછો થઇ રહ્યો છે. સતત બે મહિનથી ભારતમાં દરરોજ કોરાના ના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં નવા 20,550 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેને કારણે ભારતમાં કુલ નોંધાયેલા પૉઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 1,02,44,853 સુધી પહોંચી છે
જોકે છેલ્લા બે મહિનાથી નોંધાતા પોઝિટિવ કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી છે. સાજા થનાર દર્દીઓની સંખ્યા 26,572 જોવા મળી છે. હાલ ભારતમાં સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 9,83,4141 સુધી પહોંચી છે.
જોકે ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 286 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલ ભારતમાં કુલ મૃત્યુની સંખ્યા 1,48,439 સુધી પહોંચી છે.
પરંતુ દિન પ્રતિદિન રીકવર દર્દીઓની સંખ્યા વધતા હાલ ભારતમાં માત્ર 2,62,272 દર્દીઓ જ સારવાર હેઠળ છે જેમના 35 % થી વધારે દર્દીઓ ઘરે સારવાર લઇ રહ્યા છે.