ચાલુ સીઝનમાં મુઝફ્ફરનગરની જ 8 શુગર મિલોએ જ 116.75 લાખ કવીન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું

આ સીઝનમાં ઉત્તર પ્રદેશે શેરડી ક્રશિંગ અને ખાંડ ઉત્પાદનમાં બહુ જ મોટો વધારો હાંસલ કર્યો છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાની આઠ સુગર મિલોએ જ આ વર્ષે અત્યાર સુધીમાં 116.75 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે ગયા વર્ષ કરતા 11 લાખ ક્વિન્ટલ વધારે છે.

જિલ્લા શેરડી અધિકારી આર.ડી.દ્વિવેદીના જણાવ્યા મુજબ ખાટૌલી, મન્સુરપુર, ખાઇખેરી, બુધના, ટીકોલા, મોરના, ટીતાવી અને રોહનાની આઠ ખાંડ મિલોએ ખેડુતો પાસેથી 1,058.10 લાખ ક્વિન્ટલ શેરડીની ખરીદી કરી હતી. દ્વિવેદીએ જણાવ્યું હતું કે ખાંડનું કુલ ઉત્પાદન 116.75 લાખ ક્વિન્ટલ રહ્યું છે.

સુગર મિલોએ અગાઉથી જ ખેડૂતોની શેરડીની 62 ટકા રકમ ચૂકવી દીધી છે. તમામ મીલોએ ચાલુ સીઝન માટે શેરડીનું પિલાણ બંધ કર્યું છે. અધિકારીએ જણાવ્યું કે, મન્સૂરપુરમાં શેરડી ક્રશિંગ સુગર મિલ ગત શુક્રવારે બંધ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here