ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,649 દર્દીઓ નોંધાયા

નવી દિલ્હી: ભારત દ્વારા છેલ્લા 24 કલાકમાં 11,649 નવા COVID-19 કેસ અને 90 મૃત્યુ નોંધાયા હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું.

નવા કેસો સાથે, દેશમાં કોરોનાવાયરસની સંખ્યા 1,09,16,589 પર પહોંચી ગઈ છે. જયારે ભારતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 1,06,21,220 પર પહોંચી ગઈ છે. ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 9,489 દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં વાયરસને કારણે 90 લોકોના મોત સાથે કુલ મૃત્યુની સંખ્યા 1,55,732 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 82,85,295 લોકો દ્વારા રસી લેવામાં આવી છે.

ભારતીય તબીબી સંશોધન પરિષદના જણાવ્યા અનુસાર રવિવાર સુધીના કુલ નમૂનાઓની સંખ્યા 20,67,16,634 હતી. આઇએમસીઆરએ એમ પણ કહ્યું કે 14, ફેબ્રુઆરીએ 4,86,122 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું.

આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા નવા મૃત્યુમાં 6 રાજ્યોનો હિસ્સો 78.3 ટકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here