છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 12,408 દર્દીઓ સામે આવ્યા

79

નવી દિલ્હી: ભારતમાં કોરોના ના કેસમાં ઘટાડો થવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં ફરી એક વખત કોરોનાના નવા કેસની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 12.408 કેસ જોવા મળ્યા હતા.આ સાથે ભારતમાં પ્રથમ કેસથી લઈને આજ દિવસ સુઘી કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 1,08,02,591 પાર પહોંચી છે.

જોકે ભારતમાં દર્દીઓની રિકવરી પણ ઝડપથી થઇ રહી છે અને છેલ્લા 24 કલાકમાં ભારતમાં વધુ 15,853 કેસ ડિસ્ચાર્જ થતા હવે ભારતમાં કુલ 1.04,96,308 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થવામાં સફળ થયા છે. ભારતમાં દર્દીઓની ઝડપી રિકવરી થતા ભારતનો રિકવરી રેઈટ પણ 97.16% પર પહોંચી ગયો છે. જે દુનિયામાં સૌથી ઊંચા રિકવરી રેઈટ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

જોકે છેલ્લા 24 કલાકમાં ભારતમાં વધુ 120 લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને જેને કારણે ભારતમાં કુલ મૃત્યુ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1,54,823 પર પહોંચી ગયો છે.

ભારતમાં રસીકરણના ભાગરૂપે ભારતમાં 49,59,445 લોકોને રસી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here