ભારતમાં છેલ્લા 24 કલાકમાં 37,379 કેસ સામે આવ્યા

ભારતમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધવા લાગ્યા છે. હજુ 20 દિવસ પહેલા દરરોજના 6 થી 7 હજાર કેસ નોંધાયા હતા તે આજે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કેસ વધીને સીધા 37,379 પાર પહોંચી ગયા છે.

છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજધાની દિલ્હી,મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધ્યું છે. જે ચિંતાજનક છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 11,007 દર્દી રિકવર થયા છે હાલ દેશમાં એક્ટિવ કેસ લોડ 1,71,830પાર જોવા મળી રહ્યો છે .જે રીતે દેશમાં કેસ સામે આવી રહ્યા છે તે જોતા થોડા દિવસમાં જ એક્ટિવ કેની સંખ્યા 3 લાખને પર કરી દેશે તેમ જણાય છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 124 લોકોના મૃત્યુ પણ નિપજ્યા છે.

ભારતમાં ઓમિકરોના ના કેસ પણ વધીને 1892 સુધી પહોંચ્યા છે. હાલ મહારાષ્ટ્ર, દિલ્હીમાં 320 અને કેરળ અને ગુજરાતમાં ઓમીક્રોનના કેસ વધારે જોવા મળી રહ્યા છે. કુલ 23 રાજ્યો અને યુનિયન ટેરેટરીમા ઓમીક્રોનના કેસ જોવા મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here