દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46164 નવા કેસ, 607 લોકોનાં મોત નીપજ્યાં

ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, ચેપનાં 46,164 નવા કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 607 લોકોનાં મોત નીપજ્યાં છે. બુધવારે દેશમાં 80 લાખ 40 હજાર 407 લોકોને કોરોના સામે રસી આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 60 કરોડ 38 લાખ 46 હજાર 475 લોકોને રસી આપવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,607 નવા કેસ આવતાની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને ત્રણ કરોડ 25 લાખ 58 હજાર 530 થઈ ગઈ છે. આ દરમિયાન, 34 હજાર 159 દર્દીઓની રિકવરી પછી, આ રોગચાળાને હરાવનારા લોકોની કુલ સંખ્યા વધીને ત્રણ કરોડ 17 લાખ 88 હજાર 440 થઈ ગઈ છે.

આ જ સમયગાળામાં, સક્રિય કેસ 11,398 વધીને 3 લાખ 33 હજાર 725 થયા છે. આ સમયગાળા દરમિયાન, વધુ 607 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક 4,36,365 પર પહોંચી ગયો છે. દેશમાં સક્રિય કેસોનો દર ફરી વધીને 1.03 ટકા થયો છે, જ્યારે રિકવરી રેટ ઘટીને 97.63 ટકા અને મૃત્યુદર 1.34 ટકા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસ 435 વધીને 53,695 થયા છે. દરમિયાન, રાજ્યમાં 4,380 દર્દીઓ સાજા થયા બાદ, કોરોના મુક્ત લોકોની સંખ્યા વધીને 62,47,414 થઈ ગઈ છે, જ્યારે 216 દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક વધીને 1,36,571 થઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here