સુગર મિલ પણ આવકવેરા ખાતેની ઝપટે: 14 જગ્યા પર દરોડા

માર્ચ એન્ડિંગ નજીક આવી રહ્યું છે ત્યારે આવકવેરા વિભાગની તપાસ શાખાએ સુગર મિલના ડિરેક્ટર વિવેક મહેશ્વરીના જૂથ સાથે જોડાયેલા 14 જગ્યાઓની તલાશી લીધી હતી.અહેવાલો અનુસાર,ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન દરમિયાન દસ્તાવેજો અને બિનહિસાબી રોકડ કબજે કરી છે.

આ શોધ ઇન્દોર,ભોપાલ,હોસાંગાબાદ,પીપરીયા,બાંકેરી,નરસિંહપુર અને અન્ય જગ્યા હાથ ધરવામાં આવી હતી. રામદેવ સુગર મિલના પરિસર અને કચેરીઓની પણ તલાશી લેવામાં આવી હતી.વિવેક મહેશ્વરી રામદેવ સુગર મિલનો ડિરેક્ટર છે. ડિરેક્ટર જનરલ ઇન્વેસ્ટિગેશન રાજેશ તુટેજાને ફ્રી પ્રેસ જર્નલ દ્વારા કહેવાતાં ટાંકવામાં આવ્યા છે કે, “કથિત કરચોરી અને અપ્રમાણસર સંપત્તિના આરોપોની તપાસ માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે.” રાજ્યના મોટા ઉદ્યોગપતિ જૂથોમાં મહેશ્વરી કુટુંબ,તે અન્ય લોકોમાં વીજ ઉત્પાદન કરતી કંપની, સુગર મિલ, ટ્રેડિંગ કંપનીઓ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here