ઇથેનોલનું ઉત્પાદન વધારવાની ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવામાં મદદ મળશે: PM નરેન્દ્ર મોદી

59

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો રાજ્યના વિકાસ માટે સાથે મળીને કામ કરી રહી છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશમાં ઇથેનોલનું ઉત્પાદન વધવાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવામાં તેમજ શેરડીના ખેડૂતોની આવકમાં વધારો કરવામાં મદદ મળી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ સત્તામાં આવ્યા પહેલા ઉત્તર પ્રદેશની ઓઈલ કંપનીઓને માત્ર 20 કરોડ લિટર ઈથેનોલ મોકલવામાં આવતું હતું, જે હવે વધીને લગભગ 100 કરોડ લિટર થઈ ગયું છે. તેમણે કહ્યું કે, દેશ ઇથેનોલ સંમિશ્રણ નીતિથી ઝડપથી પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે.

ત્રણ મોટા પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યા બાદ અહીં એક જાહેર સભાને સંબોધતા મોદીએ કહ્યું કે, ભારત દર વર્ષે પેટ્રોલ અને ડીઝલ માટે ક્રૂડ ઓઈલ પર લગભગ 5-7 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. અમે ઇથેનોલ અને બાયોફ્યુઅલ પર ભાર મૂકીને આ આયાત ઘટાડી શકીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here