સપ્ટેમ્બરમાં ભારતે નિકાસમાં વધારો નોંધાવ્યો

નવી દિલ્હી: યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) ના જણાવ્યા અનુસાર, ભારતની નિકાસ વૃદ્ધિ ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ઘટી હતી, પરંતુ સપ્ટેમ્બરમાં નિકાસમાં 4 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. છે UNCTADનાં નવા વૈશ્વિક વેપાર અપડેટમાં જણાવાયું છે કે ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં વૈશ્વિક વેપારમાં 5 ટકાનો ઘટાડો થયો છે.

ડેટા દર્શાવે છે કે ભારતના નિકાસ વૃદ્ધિમાં ગત વર્ષના ત્રીજા ક્વાર્ટરની તુલનામાં 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં 6.1 ટકાનો ઘટાડો થયો છે. જોકે સપ્ટેમ્બરમાં ભારતે નિકાસમાં ચાર ટકાનો વધારો નોંધાવ્યો હતો. UNCTADના જનરલ સેક્રેટરી મુખીસા કિયુઇએ જણાવ્યું હતું કે, રોગચાળાને કારણે અમે કેટલાક વિસ્તારોમાં ઉત્પાદનમાં ધીમી હોવાને નકારી શકતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here