2025માં ભારત 5 આરબ ડોલરની અર્થ વ્યવસ્થા બનવાનો ચાન્સ નથી: RBIના ભૂતપૂર્વ ગવર્નર સી રંગરાજનની સાફ વાત

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર સી રંગરાજન પ્રમાણે અર્થવ્યવસ્થા ઠીક નથી. આ સાથે જ તેઓએ કહ્યું કે, હાલનાં વિકાસ દરથી 2015માં 5000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનવાનો સવાલ જ નથી.

કેન્દ્રમાં પીએમ મોદીની ફરીથી સરકાર બન્યા બાદ આગામી પાંચ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 5 હજાર અરબ ડોલર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પણ અર્થવ્યવસ્થા પર છવાયેલાં સંકટ બાદ તેને હાંસલ કરવા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આર્થિક વિકાસ દરની ગતિ ધીમી થઈ રહી છે અને વિત્ત વર્ષ 2016નાં 8.2 ટકાના મુકાબલે વિત્ત વર્ષ 2019માં વિકાસ દર 6.8 ટકા રહી ગઈ છે.

આરબીઆઈના પૂર્વ ગવર્નર રંગરાજને કહ્યું કે, આજે અમારી અર્થવ્યવસ્થા 2700 અરબ ડોલરની છે અને અમે પાંચ વર્ષમાં તેને બમણી કરીને 5000 અરબ ડોલર કરવાની વાત કરી રહ્યા છીએ. અને આ લક્ષ્યને હાંસલ કરવા માટે નવ ટકા વાર્ષિક વિકાસ દર ની જરૂર છે. તેવામાં 2025 સુધી 5000 અરબ ડોલરની ઈકોનોમી બનવાનો કોઈ સવાલ જ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here