ભારતમાં ફરી સાજા થનાર દર્દીઓ કરતા નવા દર્દીઓની સંખ્યામાં જોવા મળ્યો વધારો

ભારતમાં ફરી એક વખત કોરોનાના કેસ વધ્યા છે અને નવા કેસની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા ઘટી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રસ્તુત કરાયેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 41,806 કેસ સામે આવ્યા છે જ્યારે સાજા થનાર દર્દીઓની સંખ્યા 39,130 જોવા મળી હતી. ફરી એકવખત કેરાલામાં આવેલા એક જ દિવસમાં 15 હજારથી પણ વધારે કેસ આ માટે જવાબદાર છે. મહારાષ્ટ્રમાં પણ સાજા થનાર દર્દીઓ કરતા નવા દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે જે ચિંતાજનક બાબત છે.

ભારતમાં હાલ અત્યાર સુધીમાં 3,09,87,880 દર્દીઓ નોંધાયા છે જ્યારે ભારતમાં કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા હાલ 3,01,43,850 પર જોવા મળી રહી છે. એક્ટિવ કેસની સંખ્યામાં ગઈકાલ કરતા થોડો વધારો જોવા મળ્યો છે. હાલ ભારતમાં 4,32,041 દર્દીઓ સારવાર હેઠળ છે. ભારતમાં ગઈકાલે કોરોના ને લઈને 581 લોકોના મોટ નિપજ્યા હતા જ્યારે ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 4,11,989 પર પહોંચી છે.ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના રસી ના કુલ 34,97,058 લોકોને ડોઝ આપવામાં આવ્યા હતા જયારે અત્યાર સુધીમાં ભારતમાં 39,13,40,491 ડોઝ આપી દેવાયા છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here