30 નવેમ્બર સુધીમાં ભારતમાં 39.73 લાખ ટન ખાંડનું ઉત્પાદન :ISMA 

ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન(ISMA ) દ્વારા 30 નવેમ્બર સુધી ખાંડ ઉત્પાદનના જે આંકડા બહાર પાડવામાં આવ્યા છે તે મુજબ ભારતમાં 39.73 લાખ ટન  ખાંડનું ઉત્પાદન થયું છે જે ગયા વર્ષની 30 નવેમ્બરની સરખામણીમાં લગભગ સરખું છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન(ISMA ) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ  ગયા વર્ષે 30 નવેમ્બર આસપાસ લગભગ 350 ફેક્ટરીઓ  શેરડીનું પીલાણ કરતી હતી  જયારે આ વર્ષે 415 જેટલી મિલો દ્વારા શેરડીનું ક્રશિંગ કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રની વાત જ કરીએ તો 167 ખાંડ મિલો દ્વારા શેરડી ક્રશિંગ શરુ કરવામાં આવ્યું હતું  અને હાલ પણ તે ફૂલ સ્વિંગમાં કાર્યરત છે.આ મિલો દ્વારા 30 નવેમ્બર સુધીમાં 18.05 લાખ ટન  ખાંડ ઉત્પાદિત કરવામાં આવી છે જે ગયા વર્ષની સરખામણીમાં 21% વધારે છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 109 સુગર મિલો ચાલુ છે કે જ્યાં શેરડી ક્રશિંગ  ચાલી રહ્યું છે ત્યાં નવેમ્બર 30,2018 સુધીમાં 9.50 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે.ગયા વર્ષે 30 નવેમ્બર 2017 સુધીમાં ઉત્તર પ્રદેશમાં કુલ 108 દ્વારા ક્રશિંગ ચાલુ હતું અને 13.11 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.ઉત્તર પ્રદેશમાં ચાલુ સીઝનમાં ઉત્પાદન ધીમું છે અને અહીં મોટા ભાગની  મિલો 15 દિવસ મોડી ચાલુ થઇ હતી. 
 
કર્ણાટક રાજ્યની વાત કરીએ તો 63 સુગર મિલો દ્વારા નવેમ્બર 30 સુધીમાં શેરડીનું ક્રશિંગ કર્યા બાદ 7.93 લાખ ટન  ખાંડ ઉત્પાદિત કરવામાં આવી છે.નવેમ્બર 30,2017ની સરખામણીં કરીએ તો એ સમયે 62 મિલો કાર્યરત હતી અને 7.02 લાખ ટન  ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ગુજરાતની વાત કરીએ તો નવેમ્બર 30 સુધીમાં કુલ 16 મિલોમાં શેરડીનું પીલાણ ચાલતું હતું અને 1.95 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જે ગયા વર્ષની સરખામણીમાં 17 મિલો દ્વારા કુલ 1,78 લાખ ટન  ખાંડનું ઉત્પાદન થયું હતું.

અન્ય રાજ્યોમાં પણ શેરડીમુ પીલાણ શરુ કરી દેવામાં આવ્યું છે અને ધીમે ધીમે તે કાર્યવાહી રફ્તાર પકડતી જાય છે.અન્ય રાજ્યોમાં હાલ કુલ 60 મિલો ચાલુ  છે અને આ મિલો થકી  હાલ 2.30 લાખ ટન  ખાંડનું ઉત્પાદન થયું છે . ગત વર્ષે આ જ સમય દરમિયાન 2.35 લાખ ટન હતું પરંતુ ત્યારે કુલ 91 મિલો કાર્યરત હતી.
SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here