ભારતે મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ, અંતરિક્ષમાં LEO (લો અર્થ ઓરબીટ)માં સેટેલાઈટ તોડી પાડ્યો- મોદી

દેશને  સંબોધિત કરી રહેલા પીએમ મોદીએ કહ્યું કે દેશ એ અંતરિક્ષના ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. અમેરિકા, રૂસ અને ચીન બાદ ભારત આમ કરનાર દુનિયાનો ચોથો દેશ બન્યો છે.  ભારતે આજે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. ભારતે આજે અંતરિક્ષના ક્ષેત્રમાં પોતાનું નામ ઇતિહાસમાં નોંધાયું છે. મિશન શક્તિ એક કઠિન ઓપરેશન હતું. વૈજ્ઞાનિકોએ મિશન શક્તિ ઓપરેશન પૂરું કર્યું. અંતરિક્ષમાં વૈજ્ઞાનિકો દ્વારા મિશન શક્તિ ઓપરેશન પૂરું કરી લીધું. આ પરાક્રમ ભારતમાં જ વિકસિત એ સેટેલાઇટ દ્વારા કરાયું. દેશ માટે આજે ગર્વનો દિવસ છે. લો અર્થ ઑર્બિટમાં એક લાઇવ સેટેલાઇટને તોડી પાડ્યું છે. આ પરિક્ષણ કોઇપણ આંતરરાષ્ટ્રીય સંધિનું ઉલ્લંઘન કરતું નથી. મિશન શક્તિ એક ખૂબ જ મુશ્કેલ ઓપરેશન હતું, પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ તેને લોન્ચ માત્ર 3 મિનિટમાં પ્રાપ્ત કરી લીધું છે. મિશન શક્તિ ભારતના સપનાને સુરક્ષિત કરવાની દિશામાં એક અગત્યનું પગલું છે. એન્ટી સેટેલાઇટ વેપન A-SAT સફળતાપૂર્વક લોન્ચ કરી લીધું. હું તેના માટે ડીઆરડીઓના તમામ વૈજ્ઞાનિકોને તેના માટે અભિનંદન આપવા માંગું છું. અમારી આજની આ સફળતા ગઇકાલના સુરક્ષિત રાષ્ટ્રની નિશાની છે. અમારો હેતુ શાંતિ બનાવી રાખવાની છે, યુદ્ધનો માહોલ બનાવાનું નથી. આ મોટી ઉપલબ્ધિ માટે એક વખત ફરી તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.

મોદીએ જણાવ્યું હતું કે આ નવી ક્ષમતા કોઈની વિરુદ્ધ નથી, રક્ષાત્મક પહેલ છે.’ કોઈ પણ આતંરરાષ્ટ્રીય કાયદા, સંધિનો ભંગ કરતા નથી. દેશના 130 કરોડ નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે કરવા માંગીએ  છીએ. મિશન શક્તિ ખુબ મુશ્કેલ ઓપરેશન હતું પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ તેને લોન્ચ કર્યાના 3 મિનિટમાં જ હાંસલ કર્યું. દેશ માટે આજે ગર્વનો દિવસ છે. લો અર્થ ઓરબિટમાં લાઈવ સેટેલાઈટ તોડી પાડવામાં આવ્યો. આ પરિક્ષણ કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંધિનો ભંગ કરતું નથી.

PM મોદી એ પોતે કરી હતી ટ્વીટ

PM નરેન્દ્ર મોદી દેશવાસીઓના નામે થોડીકવારમાં એક મહત્વપૂર્ણ સંદેશ રજૂ કરવાના છે. તેમણે ખુદ ટ્વીટ કરીને એ વાતની માહિતી આપી છે. તેઓ સવારે 11.45 થી 12.00 વાગ્યાની વચ્ચે મહત્વપૂર્ણ સંદેશ લઇને આવશે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે હું દેશને એક મહત્વપૂર્ણ સંદેશ 11.45 થી 12.00 વાગ્યે રજૂ કરીશ. તમે ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયા પર જુઓ.

પીએમ મોદીના એક ટ્વીટથી સામાન્ય પ્રજાની સાથો સાથ તમામ રાજકીય પક્ષોની હલચલ વધી ગઇ છે.  વડાપ્રધાન મોદીના એક ટ્વીટ બાદ લોકોમાં ઉત્સુકતા ઘણી વધી ગઇ છે કે પીએમ મોદી આખરે શું બોલવાના છે. જો કે આચારસંહિતા લાગૂ હોવાથી કોઇ મોટી જાહેરાત કરી શકે નહીં.

Download ChiniMandi News App :  http://bit.ly/ChiniMandiApp

SOURCEChiniMandi

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here