ભારત પેટ્રોલિયમ ડીઝલની હોમ ડિલિવરી કરશે, આ રાજ્યોમાં FUELKART સુવિધા શરૂ કરવામાં આવશે

ભારતની ખ્યાતનામ કંપની ભારત પેટ્રોલિયમ હવે FUELKART ના નામથી ડીઝલની હોમ ડિલિવરી ચાલુ કરી છે. દેશમાં વધતી ડીઝલની માંગને પુરી કરવા માટે આ સેવા ચાલુ કરવામાં આવી છે.

આ રાજ્યોમાં મળશે આ સુવિધા
ભારત પેટ્રોલિયમ દ્વારા આ સેવા ખાસ કરીને પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં શરૂ કરવામાં આવી છે. આ રાજ્યોમાં બિહાર, ઝારખંડ,વેસ્ટ બંગાળ,અને ઓરિસ્સા જેવા રાજ્યો સામેલ છે. કંપનીએ આ સેવા પ્રદાન કરવા માટે ફરતા ફરતા 63 જેટલા મોબાઈલ ડિસ્પેન્સરી વાહનો શરૂ કરાયા છે  જે ડીઝલનું વિતરણ કરશે.

કોણ મંગાવી શકશે આ ડીઝલ
જે લોકો ઘર પર મશીનરી ચલાવે છે અને તેઓને ડીઝલની જરૂર પડે છે તે લોકો આ ડીઝલ મંગાવી શકશે અને સાથોસાથ જે લોકો માટે મોટી ગદ્દી છે અને ઘરે ડીઝલ મંગાવાનું જરૂરી છે તે લોકો પણ FUELKART ની હોમ ડિલિવરી મંગાવી શકશે. BPCL ના એકઝીકયુટીવ  ડિરેક્ટર રિટેલના પી એસ રવીના જણાવ્યા અનુસાર  FUELKART ડીઝલની ડિલિવરી ડોર 2 ડોર  અત્યાધુનિક મોબાઈલ ડિસ્પેન્સર દ્વારા કરવામાં આવશે. તેમણે  જણાવ્યું કે લોકોના ઘર સુધી પુરી માત્રામાં ગુણવત્તા સાથે ડીઝલ પહોંચતું કરવામાં આવશે. મોબાઈલ ડિસ્પેન્સરમાં ડીઝલ ભરવા માટે આધુનિક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અને જિયો ફેન્સીંગ ટેકનોલોજી સામેલ હશે.

BPCL દ્વારા આ સુવિધા શરુ કરતા હવે તેની સીધી સ્પર્ધા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામે થશે

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here