WTOના નિર્ણય છતાં ભારત 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો અંદાજ

નવી દિલ્હીઃ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નવા નિર્ણય છતાં ભારત આ વર્ષે વૈશ્વિક બજારમાં 60 લાખ ટનથી વધુ ખાંડનું વેચાણ કરી શકે છે. વિશ્વ વેપાર સંગઠનની પેનલે મંગળવારે બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા અને ગ્વાટેમાલાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેમાં ભારત સાથે ખાંડની સબસીડી અંગેના વેપાર વિવાદમાં ભારતને વૈશ્વિક ધોરણો અનુસાર વેપાર કરવાની સલાહ આપી હતી. ઇન્ડિયન સુગર મિલ્સ અસોસિએશન (ISMA) ના ડાયરેક્ટર જનરલ અવિનાશ વર્માએ જણાવ્યું હતું કે, “હાલ સરકાર દ્વારા ખાંડ માટે કોઈ નિકાસ સબસિડી આપવામાં આવી રહી નથી અને તેથી ભારતીય ખાંડની નિકાસ અંગે WTO પેનલના આદેશની ખાંડની નિકાસ પર કોઈ અસર થશે નહીં.”

ભારતે વર્તમાન 2021-22 માર્કેટિંગ વર્ષ માટે નિકાસ સબસિડી દૂર કરી છે. સબસિડીએ ભારતીય મિલોને 2020-21 સિઝનમાં રેકોર્ડ 7.2 મિલિયન ટન ખાંડની નિકાસ કરવામાં મદદ કરી. બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા અને ગ્વાટેમાલાએ જણાવ્યું હતું કે ભારતે ખાંડ અને શેરડી માટે અતિશય સ્થાનિક સમર્થન અને નિકાસ સબસિડી આપીને WTO ના નિયમોનો ભંગ કર્યો છે. વર્માએ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમોને ટાંકીને જણાવ્યું હતું કે ભારત WTOના નિર્ણય સામે અપીલ કરશે, પરંતુ અંતિમ નિર્ણય સુધી તેની વર્તમાન નીતિઓ ચાલુ રાખી શકશે.

રોઇટર્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર, નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ નાયકનવરેએ જણાવ્યું હતું કે ભારતીય ખાંડ મિલોએ આ વર્ષે 3.5 મિલિયન ટન ખાંડની નિકાસ કરવાનો કરાર કર્યો છે અને વર્ષના અંત સુધીમાં 60 લાખ ટનથી વધુ ટનની નિકાસ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે, ભારત પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તેમના દ્વારા આપવામાં આવેલી મદદ WTOના કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here