2025 સુધીમાં જેટ ફ્યુઅલમાં 1% મિશ્રણ હાંસલ કરવા માટે ભારતને દર વર્ષે 140 મિલિયન લિટર SAFની જરૂર પડશે

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે જણાવ્યું હતું કે 2025 સુધીમાં જેટ ફ્યુઅલમાં 1% મિશ્રણ હાંસલ કરવા માટે ભારતને દર વર્ષે આશરે 140 મિલિયન લિટર ટકાઉ ઉડ્ડયન બળતણ (SAF)ની જરૂર પડશે.

તેમણે ઉમેર્યું હતું કે 2025 સુધીમાં, જો આપણે જેટ ફ્યુઅલમાં 01 ટકા SAF ભેળવવાનું લક્ષ્ય નક્કી કરીએ, તો ભારતને દર વર્ષે લગભગ 14 કરોડ લિટર SAFની જરૂર પડશે. જો આપણે 0.5 ટકા SAF સંમિશ્રણનું લક્ષ્ય નક્કી કરીએ, તો ભારતને દર વર્ષે લગભગ 700 મિલિયન લિટર SAFની જરૂર પડશે, એમ તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે રજૂ કરેલા વિઝનને અનુરૂપ, 2047 સુધીમાં ભારતને ઊર્જામાં આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓએ કહ્યું કે. “એ જણાવવાની જરૂર નથી કે, વડાપ્રધાનના આ વિઝનને સાકાર કરવામાં પેટ્રોલિયમ સેક્ટરનું ઘણું યોગદાન હશે.” પુરી ગઈકાલે નવી દિલ્હીમાં ઉદ્યોગ અને મીડિયા સમુદાયના એક સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈન પણ હાજર હતા.

ઉડ્ડયન ક્ષેત્રને ડીકાર્બોનાઇઝ કરવાની દિશામાં નોંધપાત્ર વિકાસમાં, સ્વદેશી રીતે ઉત્પાદિત સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) મિશ્રણનો ઉપયોગ કરીને દેશની પ્રથમ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ ગઈકાલે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી. એર એશિયાની ફ્લાઇટ (i5 767) પુણેથી દિલ્હી સુધીની ફ્લાઇટ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ભાગીદારીમાં પૂરા પાડવામાં આવેલ SAF બ્લેન્ડેડ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) સાથે ઉપડી હતી. હરદીપ સિંહ પુરીએ આ વિશેષ ફ્લાઇટનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here