COVID-19ના સમયમાં રેલ્વેની બેમિશાલ કામગીરી: ખાંડ,મીઠું અને ખાદ્યતેલ દેશભરમાં પહોંચાડે છે

ખરા સમયે ભારતીય રેલ્વે ફરી ભારતીય લોકોની મદદે આવી છે.COVID-19 ને કારણે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે,ભારતીય રેલ્વેએ સુનિશ્ચિત કરવા પ્રયત્નો કરી રહ્યું છે કે સામાન્ય માણસના વપરાશ માટે ખાંડ,મીઠું અને ખાદ્યતેલની કમી ન પડે અને તે માટે રેલ્વે તંત્ર તરફથી માસ્ટર પ્લાન બનાવાયો છે.

આ કોરોનાવાયરસ આગળ ન ફેલાઈ તે માટે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા 21 દિવસના લોકડાઉન વચ્ચે રેલ્વે દ્વારા બહુજ મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.અને આવશ્યક સેવાઓ હજી પણ કાર્યરત અથવા ચાલુ રાખીને જનજીવન ધબકતું રાખ્યું છે.

આ સમયગાળા દરમિયાન રેલવે દ્વારા આ આવશ્યક ચીજવસ્તુઓના લોડિંગ,પરિવહન અને અનલોડિંગની કામગીરી પ્રગતિમાં છે.

23 માર્ચથી 4 એપ્રિલના છેલ્લા 13 દિવસ દરમિયાન રેલવે ખાંડના 1342 વેગન, 958 વેગન મીઠું અને ખાદ્યતેલની 3788 વેગન / ટાંકી (એક વેગનમાં-58-60 ટન માલ સમાવે છે) ભરવામાં આવે છે, એમ એક અધિકારીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here