ભારતીય શુગરનો ઇજિપ્તની બજારમાં પ્રવેશ

બ્રાઝિલમાં ઓછા ખાંડના ઉત્પાદનને કારણે ભારતીય શુગર ઇજિપ્તમાં પ્રવેશ પામી છે. ઇજિપ્ત દાયકાઓમાં પ્રથમ વખત ભારત પાસેથી ખાંડ ખરીદી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી તે બ્રાઝિલથી આયાત કરવામાં આવતી હતી.

ધ હિંદુ બિઝનેસ લાઇનમાં છપાયેલા સમાચાર અનુસાર, ઇજિપ્ત આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ ફર્મ દ્વારા ભારતીય ખાંડ મેળવી રહ્યું છે. બલ્ક લોજીક્સના ડાયરેક્ટર વિદ્યા સાગર વીઆરએ જણાવ્યું હતું કે ઇજિપ્ત ભારતમાંથી સફેદ અને કાચી ખાંડની ખરીદી કરી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેડિંગ એજન્સીઓ દ્વારા ગત મહિને ઓછામાં ઓછા 15,000 ટન ઇજિપ્તમાં નિકાસ કરવામાં આવી છે. બ્રાઝિલમાં નીચા ઉત્પાદન અને વપરાશમાં સુધારાને કારણે ખોટ કરી રહેલા વૈશ્વિક બજારમાં ભારતીય ખાંડની માંગ સતત વધી રહી છે. પુરવઠાની તંગીના ડરથી પણ ખાંડના ભાવ 57 મહિનાની ટોચે પહોંચી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇજિપ્ત સિવાય ભારતીય ખાંડની જિબુટીમાં પણ નિકાસ કરવામાં આવી રહી છે. જીબુટીથી ભારતીય ખાંડ ઇથોપિયા જાય છે. દર મહિને ઓછામાં ઓછી 25,000-30,000 ટન ખાંડ તે વિસ્તારમાં જઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here