ભારતીય સુગર મિલો માટે ઇન્ડોનેશિયા બનશે નિકાસનું મુખ્ય દ્વાર

એક બાજુ ભારતમાં ખાંડના સરપ્લસને ઓછો કરવા માટે વધુ નિકાસ કરવાની નવા ટાર્ગેટ સેટ કરતુ હોઈ છે ત્યારે ભારતની સુગર મિલો માટે એક સુવર્ણ નિકાસની તક છે. અહેવાલો અનુસાર ઇન્ડોનેશિયા ભારતીય સુગર મિલોમાંથી કાચી ખાંડની મોટી ક્વોન્ટીટીમાં ખાંડની આયાત કરી શકે છે. ભારતીય કાચી ખાંડની આયાતને સક્ષમ કરવા માટે ઇન્ડોનેશિયા તેના ગુણવત્તાના ધોરણોને બદલવાની સંભાવના જોવામાં આવી રહી છે.

ઇન્ડોનેશિયાને હાલમાં આ સિઝનમાં ઓછામાં ઓછી 35 લાખ ટન કાચી ખાંડની જરૂર છે, જે ભારતીય સુગર મિલો માટે નવી તકો .ઉભી કરી શકે છે.ઇન્ડોનેશિયા હાલ 1200ના ICUMSA. સ્તરની અથવા વધુની સાથે ખાંડની આયાત કરે છે. તેઓ ફક્ત કાચી ખાંડની આયાત કરે છે, જેમાં સામાન્ય રીતે ખૂબ ઊંચા આઈસીયુએમએસએ સ્તર હોય છે, અને ભારતીય કાચી ખાંડની શ્રેષ્ઠ ગુણવત્તા તેના આયાતના માપદંડને પૂર્ણ કરતી નથી.

અહેવાલો અનુસાર,આઇસીયુએમએસએનું સ્તર 500 થી ઘટાડીને 600 કરી શકાય છે.આ અંગે ટૂંક સમયમાં ઓપચારિક જાહેરાત થવાની સંભાવના છે. ઇન્ડોનેશિયા મોટાભાગે થાઈલૅન્ડથી ઊંચા આઈસીયુએમએસએ સ્તર સાથે ખાંડની આયાત કરે છે. જો કે,થાઇલેન્ડને આ વર્ષે દુષ્કાળનો સામનો કરવો પડ્યો છે અને તે તેની સ્થાનિક જરૂરિયાતો પૂરી કરી શક્યો નથી અને બ્રાઝિલની સીઝન હજી શરૂ થઈ નથી જેના કારણે ભારત હવે એકમાત્ર ખાંડ સપ્લાય કરનાર દેશ છે.

નેશનલ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ ફેડરેશન (એનએફસીએસએફ) ના એમડી પ્રકાશ નાયકનવરેના જણાવ્યા મુજબ ગયા વર્ષે ભારત સરકારે ખાંડની નિકાસને પ્રોત્સાહિત કરવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું અને ત્યારબાદ ઇન્ડોનેશિયાએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here