અંતે ભારતની કોરોના રસી પહોંચી 13 શહેરોમાં;16 જાન્યુઆરીથી શરુ થશે દેશભરમાં વેક્સિનેશન

ભારતીય હેલ્થ સેક્ટર ક્ષેત્રે આજનો દિવસ બહુ જ મહત્વનો સાબિત થયો છે.ભારત સરકારે પૂનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોરોના રસીને માન્યતા આપ્યા બાદ આજે વહેલી સવારથી જ પુના એરપોર્ટ પરથી નવ વિમાનોએ કોરોના રસી સાથે ઉડાન ભરી હતી.

ભારત સરકારે શરૂઆતમાં હેલ્થ વર્કરોને કોરોના રસી આપવાનું નક્કી કર્યું છે જેના ભાગ રૂપે સરકારે 200 રૂપિયાના પ્રાઈઝ સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને મોટા જથ્થાનો ઓર્ડર આપ્યો છે.

કેન્દ્ર સરકારના ઉદયન મંત્રી હરદીપ એસ.પુરીએ જણાવ્યું હતું કે આજે પુનાથી એર ઈંડિયા,સ્પાઇસ જેટ, ઇન્ડિગોની વિમાની સેવાની મદદથી નવ ફ્લાઈટમાં 56.5 લાખ ડોઝ કુલ 13 શહેરોમાં મોકલવામાં આવ્યા છે.જે શહેરોમાં ડોઝ મોકલાયા છે તેમાં નવીદિલ્હી,હૈદરાબાદ,અમદાવાદ,ચેન્નાઇ,કલકત્તા,વિજયવાડા,ભુવનેશ્વર,પટણા ,બેંગ્લુરુ,લખનૌ અને ચંદીગઢનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દરમિયાન પુનાથી તમામ નિર્ધારિત શહેરોમાં વેક્સીન પહોંચી ગઈ છે અને ત્યારથી વેક્સીન સેન્ટરમાં ડિસ્પેચ કરી દેવામાં આવી છે.તમામ રાજ્ય સરકાર દ્વારા પણ પુરી તકેદારી સાથે તેનું વહન કરીને વેક્સિનનેકોલ્ડ ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે.
આઉપરાંત આજે પુનાથી વાહન માર્ગે પણ સુરત,બરોડા અને રાજકોટ માટે જથ્થો મકલાવામાં આવી રહ્યો છે જે આવતીકાલે જે તે શહેરોમાં પહોંચશે. 16 જાન્યુઆરીથી દેશભરમાં ટીકાકરણ શરુ કરવામાં આવશે અને તેની પણ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here