ભારતના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો

મુંબઈ: 18 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડાર માં 2.59 અબજનો ઘટાડો થયો છે. ફોરેક્સ રિઝર્વમાં સતત બીજા સપ્તાહમાં તીવ્ર ઘટાડો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને રોકવા માટે ડોલરની જંગી રકમનું વેચાણ કર્યું હતું. 11 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના ફોરેક્સ રિઝર્વમાં $9.646 બિલિયનનો ઘટાડો થયો છે, જે લગભગ બે વર્ષમાં સૌથી તીવ્ર ઘટાડો છે. 7 માર્ચે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 77.02 ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો હતો. RBIના સાપ્તાહિક આંકડાકીય પૂરક અનુસાર, 18 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશનું વિદેશી હૂંડિયામણ અનામત $2.597 બિલિયન ઘટીને $619.678 બિલિયન થયું હતું. સોનાનો ભંડાર તેમજ વિદેશી ચલણ અસ્કયામતોનું મૂલ્યમાં તીવ્ર ઘટાડો થયો છે. દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત બીજા સપ્તાહમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here