નવેમ્બર થી જાન્યુઆરીમાં અઢી લાખ ટન ખાંડ નિકાસ કરવા ભારતની મિલો મેદાને 

ભારતના ખાંડ મિલ માલિકો માટે સરકાર દ્વારા અનેક દ્વાર ખોલી  ત્યારે હવે ખાંડ મિલ માલિકો પણ નવેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે 2.5 લાખ ટન ખાંડ નિકાસ કરવા કોન્ટ્રેક્ટ કર્યો છે  તેમ સુગર ઇન્ડસ્ટ્રી સાથે ટ્રેડરો દ્વારા જણાવાયું છે.આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભાવ નીચા જવાથી ભારતીય ખાંડ મિલ માલિકો માટે  ખાંડ નિકાસ કરાવી પરવડે તેમ ન હતી  કરતા પણ અંતર્રાષ્ટ્રીત બજારમાં ભાવ ઘણા  નીચા હતા અને તેને કારણે એકપૉર્ટ ઠપ્પ થઇ ગયું હતું ત્યારે આ વર્ષે સરકાર દ્વારા અનેક પેકેજ અને નિકાસ અંગે નવી નીતિ જાહેર કરતા અને હવે તેમાં પણ સબસીડી  આપવામાં આવતા ઉત્તર પરદેશની મોટા ભાગની મિલના  માલિકો પણ આ વખતે ખાંડ નિકાસ કરવા આગળ આવ્યા છે.
ઇસ્માના પ્રમુખ  રોહિત પવાર  પણ જણાવે છે કે નવેમ્બર અને જાન્યુઆરી ની વચ્ચે જ આમતો અઢી  લાખ તન ખાંડ ની નિકાસ નો કોન્ટ્રેક્ટ તો થઇ ગયો છે. એટલે હવે એટલી ખાંડ તો નિકાસ થશે પણ સાથોસાથ સરકાર પેકેજને કારણે જે ખણ્ડ એક્સપોર્ટ માટે 18 થી 19 રૂપિયાના ભાવથી નિકાસ થતી હતી તેમાં સરકારના પેકેજને કારણે ભાવ 31 સુધી મળશે અને તેને કારણે નિકાસને ભારે વેગ મળ્યો છે.  અને આ વખતે માત્ર સફેદ ખાંડ જ નહિ પણ કાચી ખાંડનો કોન્ટ્રેક્ટ પણ થતા તેની નિકાસ પણ વધશે

 મહારાષ્ટ્રની એક ખાંડ મિલન એક્ઝિક્યુટિવના કહેવા મુજબ આ વખતે FOB  કિમંત જે સફેદ ખાંડ માટે ઓફર કરવામાં આવી છે તે એક ટન  દીઠ 310 થી 330 ડોલરની છે  જયારે કાચી ખંડણી કિમંત એક ટન  દીઠ 290 ડોલર નક્કી કરાઈ છે તે પ્રોત્સાહક છે.

એક સમયે  ભારત પાસે સરપ્લસ ખાંડનો જથ્થો વધી પડ્યો છે અને આ વર્ષે પણ વધવાનો છે ત્યારે નિકાસ એક માત્ર ઓપશન બચ્યો હતો ત્યારે સરકારના અપેક્ષિત પણ સમાયસરના પગલાંને કારણે પણ નિકાસના ઓર્ડર પણ વધશે  અને તેમાં પણ જે ખાંડ નિકાસ થશે તેમાં કીલો દીઠ 11 રૂપિયાની સબસીડી મિલરોના હાથમાં આવશે  અને એ ઉપરાંત એક ટન  ખાંડ એક્સપોર્ટ માટે વધારાના રૂપિયા 3000નું ભથ્થુ  ઉપરત્ન 1388 રૂપિયા ટ્રાન્સપોર્ટ  સબસીડી પણ મળવાની હોવાથી મિલરો  માટે જાણે સોનાનો સુરજ ઉગ્યો છે.

આ વખતે ઉત્તર પ્રદેશ કે જે સામાન્ય રીતે કાચી ખાંડનું ઉત્પાદન નથી કરતો કે નિકાસ માટેના બંદરો ઉત્તર પ્રદેશથી ખાસ દૂર છે  પણ આ વખતે ઉત્તર પ્રદેશ તેમાં પણ પ્રયત્ન કરશે તેમ જાણવા મળે છે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here