બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયામાં ભારતે કરી ખાંડની સૌથી વધારે નિકાસ

ખાંડની નિકાસમાં ભારતે વિશ્વભરમાં મીઠાશ પ્રસરાવી દીઘી છે.ભારતે આ સીઝનમાં ખાંડની નિકાસના નવા કીર્તિમાન સર કર્યા છે. બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા આ બે મુખ્ય દેશોએ ભારતને ખાંડના સૌથી ઓર્ડર આપ્યા છે. આ બંને દેશો ભારતના સૌથી મોટા ખરીદનાર દેશ બન્યા છે.

ભારતીય શુગર મિલ એસોસિએશન(ISMA) દ્વારા પ્રસ્તુત કરાયેલા છેલ્લા રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા બે પ્રમુખ દેશ તરીકે ઉભરી આવ્યા છે. બલ્કે ભારતે જે નિકાસ કરી છે તેમાં 44% નિકાશ આ બે દેશમાં કરવામાં આવી છે. ગત વર્ષે ભારતે 48 % ખાંડ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં કરી હતી.

પોર્ટ રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 80 લાખ ટન ખાંડ નિકાસ કરવાના કરાર થયા છે. તેમાંથી, ઓક્ટોબર, 2021 થી માર્ચ, 2022ના સમયગાળા દરમિયાન લગભગ 57.17 લાખ ટન ખાંડની ભૌતિક રીતે દેશની બહાર નિકાસ કરવામાં આવી છે, જ્યારે ગત ખાંડની સિઝનમાં સમાન સમયગાળા દરમિયાન લગભગ 31.85 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી. એવો પણ અહેવાલ છે કે એપ્રિલ, 2022માં લગભગ 7-8 લાખ ટન ખાંડ નિકાસ માટે પાઇપલાઇનમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here