ડ્યુટી કટની માંગ સાથે ઇન્ડોનેશિયા ભારત પાસેથી ખાંડ ખરીદવા ઉત્સુક 

એકબાજુથી  ભારત સરકાર ચીન સાથે  ખાંડની નિકાસ કરવાનું નક્કી કરી ચુકી છે ત્યાં હવે ઇન્ડોનેશિયા ભારતમાંથી ખાંડ ખરીદવામાં ઉત્સુક છે.પરંતુ ડ્યુટીમાં કટ ઈચ્છી રહ્યું છે. હાલ શુદ્ધ પામ ઓઇલ અને સ્વીટર્સ પર આયાત ડ્યૂટીમાં અનુક્રમે 45 ટકા અને 5 ટકાનો ઘટાડો ઈચ્છી રહ્યું છે.

આ બે કોમોડિટીઝ માટે બંને રાષ્ટ્રો વચ્ચેના વેપારની વાટાઘાટો કરવા માટે આ અઠવાડિયે  ભારતનું એક ડેલિગેશન ઇન્ડોનેશિયાની મુલાકાતલઇ રહ્યું છે.

જ્યારે ભારત નિકાસ લાયક સરપ્લસની વિશાળ માત્રા સાથે દુનિયાનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ છે, ઇન્ડોનેશિયા ખાદ્યતેલના મુખ્ય ઉત્પાદક છે, ખાસ કરીને પામ તેલ નો  ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત વધુ પડતા ખાંડની નિકાસ કરવા માટે ચીન અને ઇન્ડોનેશિયા સહિતના વિવિધ દેશો સાથે વાટાઘાટોમાં છે અને મિલો અને શેરડીના  ખેડૂતોને કોઈપણ ભોગે મદદ કરવા ઈચ્છી રહ્યું છે.

ઇન્ડોનેશિયાની સરકાર  પામ તેલ અને ખાંડ પર ભારત સાથેની દ્વિપક્ષીય વ્યવસ્થા માટે “પ્રતિકૂળ નથી” પરંતુ તે વેપારને સરળ બનાવવા માટે હાલના કાયદામાં પરિવર્તન લાવવામાં ઘણો સમય પણ લાગી શકે તેમ છે ત્યારે તેના બદલે, ઇન્ડોનેશિયાએ ભારત-આસિયાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) હેઠળ ટ્રેડિંગ વ્યવસ્થા સૂચવી છે  જેથી રિફાઇન્ડ પામ ઓઇલ અને ખાંડ પરની આયાત ડ્યૂટી અનુક્રમે 45 ટકા અને 5 ટકા સાથે વેપારને સરળ બનાવશે, તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

ઇન્ડોનેશિયાએ એવી દલીલ કરી છે કે ભારત અને મલેશિયા વચ્ચેનું વ્યાપક આર્થિક સહકાર કરાર (સીઇસીએ) આગામી વર્ષે જાન્યુઆરીથી અમલમાં આવશે જે ભારત-આસિયાન હેઠળ 50 ટકા ડ્યૂટીના વિરોધમાં શુદ્ધ તેલ પર 45 ટકાના આયાત ડ્યૂટીને પ્રાધાન્ય આપે છે. 

હાલમાં, રિફાઇન્ડ પામ ઓઇલ પર ક્રૂડ પામ ઓઇલ પર 44 ટકા અને ખાંડ પર 100 ટકા આયાત ડ્યૂટી વસૂલ કરે છે.

ઘરેલુ માગને પહોંચી વળવા ભારત વાર્ષિક 14-15 મિલિયન ટન (એમટી) વનસ્પતિ તેલ (ખાદ્ય અને બિન ખાદ્ય) આયાત કરે છે. ઇન્ડોનેશિયા અને મલેશિયાથી પામ તેલનું ઉત્પાદન કરે છે, જ્યારે બ્રાઝિલ અને આર્જેન્ટિનાના સોયાબીન તેલની આયાત કરે છે.

જોકે, ખાંડના કિસ્સામાં, દેશ પાછલા વર્ષે રેકોર્ડ ઉત્પાદન પર 10 મિલિયન ટનના વધારાના જથ્થા પર બેઠા છે અને આ વર્ષે બમ્પર ઉત્પાદનની અપેક્ષા પણ છે.

ભારતીય સરકારે મિલર્સને આ વર્ષે ફરજીયાત  5 મિલિયન મેટ્રિક ટન   ખાંડની નિકાસ કરવા અને વેપારની સુવિધા માટે નાણાંકીય સહાય આપવાની વિનંતી કરી છે. અત્યાર સુધી, 8,00,000 ટન ખાંડ  નિકાસ કરવામાં આવી છે. 2017-18ના માર્કેટિંગ વર્ષ (ઓક્ટોબર-સપ્ટેમ્બર) માં દેશમાં 32.5 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થયું છે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here